Monday, April 6, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે 414 મતદાન મથકો

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે 414 મતદાન મથકો

જિલ્લા/તાલુકા પંચાયત માટે 712 તથા સિકકા નગરપાલિકા માટે 22 મતદાન મથકો : જામનગર મહાનગરપાલિકામાં 4,42,829 મતદારો તથા જિલ્લા/તાલુકા પંચાયતમાં 5,26,569 મતદારો

જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જામનગરના 16 વોર્ડમાં 414 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે જેમાં કુલ 4,42,889 મતદારો મતદાન કરશે. જયારે જિલ્લા પંચાયતની 24 બેઠકો તથા તાલુકા પંચાયતની 112 બેઠકો માટે કુલ 5,26,569 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આગામી તા.26 એપ્રિલના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર છે 26 એપ્રિલના મતદાન યોજાયા બાદ 28 એપ્રિલના મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચુંટણીને લઇ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી સહિતની કામગીરીમાં લાગ્યા છે તો બીજી તરફ વહિવટીતંત્ર ચુંટણી લક્ષી કાર્યવાહીમાં વ્યસ્ત બન્યુ છે. તંત્ર દ્વારા મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતના મતદાન મથકો સહિતની સંખ્યાઓ જાહેર કરી છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે કુલ 2,27,634 પુરૂષ મતદારો, 2,15,465 સ્ત્રી મતદારો સહિત કુલ 4,42,829 મતદારો નોંધાયેલા છે. 16 વોર્ડ માટે કુલ 414 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે.

- Advertisement -

જિલ્લા/તાલુકા પંચાયતની ચુંટણીમાં જામનગર તાલુકાની 8 જિલ્લા પંચાયત બેઠકો તથા 26 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 85,897 પુરૂષ મતદારો, 79,602 સ્ત્રી મતદારો સહિત કુલ 1,65,400 મતદારો નોંધાયા છે. જે માટે કુલ 213 મતદાન મથકો જાહેર કરાયા છે. કાલાવડ તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠકો તથા 18 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 46,294 પુરૂષ મતદારો, 41,456 સ્ત્રી મતદારો સહિત કુલ 87,750 મતદારો નોંધાયા છે. જે માટે કુલ 133 મતદાન મથકો જાહેર કરાયા છે.

લાલપુર તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠકો તથા 18 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 51,417 પુરૂષ મતદારો, 47,490 સ્ત્રી મતદારો સહિત કુલ 98,907 મતદારો નોંધાયા છે. જે માટે કુલ 128 મતદાન મથકો જાહેર કરાયા છે. જામજોધપુર તાલુકાની 4 જિલ્લા પંચાયત બેઠકો તથા 18 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 43,075 પુરૂષ મતદારો, 38,964 સ્ત્રી મતદારો સહિત કુલ 82,039 મતદારો નોંધાયા છે. જે માટે કુલ 112 મતદાન મથકો જાહેર કરાયા છે.
ધ્રોલ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકો તથા 16 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 22,631 પુરૂષ મતદારો, 20,633 સ્ત્રી મતદારો સહિત કુલ 43,264 મતદારો નોંધાયા છે. જે માટે કુલ 62 મતદાન મથકો જાહેર કરાયા છે. જોડિયા તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકો તથા 16 તાલુકા પંચાયત બેઠકો માટે કુલ 25,604 પુરૂષ મતદારો, 23,605 સ્ત્રી મતદારો સહિત કુલ 49,209 મતદારો નોંધાયા છે. જે માટે કુલ 64 મતદાન મથકો જાહેર કરાયા છે.

- Advertisement -

આમ જામનગર જિલ્લાના 6 તાલુકાઓની 24 જિલ્લા પંચાયત સીટો અને 112 તાલુકા પંચાયત સીટો માટે 2,74,819 પુરૂષ મતદારો, 2,51,750 સ્ત્રી મતદારો સહિત કુલ 5,26,569 મતદારો નોંધાયા છે. જે 712 મતદાન મથકો નોંધાયા છે.

સિકકા નગરપાલિકાના 7 વોર્ડમાં 9886 પુરૂષ મતદારો, 9523 સ્ત્રી મતદારો સહિત કુલ 19,409 મતદારો છે. અને 22 મતદાન મથકો જાહેર કરાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular