Friday, April 3, 2026
Homeવિડિઓખંભાળિયા પાસે ટ્રકમાં ભીષણ આગથી મગફળી ખાખ - VIDEO

ખંભાળિયા પાસે ટ્રકમાં ભીષણ આગથી મગફળી ખાખ – VIDEO

ખંભાળિયામાં સલાયા માર્ગ પર આવેલા એક મોટરસાયકલના શોરૂમ પાસે આજરોજ સવારના સમયે મગફળીનો ભૂક્કો ભરીને જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. આ બનાવ અંગેની જાણના આધારે ફાયર વિભાગના જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. પરંતુ ટ્રકમાં ભરેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular