જામનગર મહાનગરપાલિકા સંચાલિત કચરા ગાડી આમ તો બેદરકારીને કારણે વારંવાર ચર્ચામાં રહે છે પરંતુ ગઇકાલે જામનગર શહેરમાં રૂપિયાના સિક્કાવાળા સર્કલ પાસે કચરો એકત્ર કરવા ગયેલા વાહનમાંથી ધોળા દિવસે કચરા ગાડીના કર્મચારીના મોબાઇલ ફોનની ગણતરીની સેકંડોમાં જ ચોરી થઇ ગઇ હતી. જો કે, આ મોબાઇલ ફોન ચોરીના સીસીટીવી વિડિયો વાયરલ થયા હતા. ચોરીના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.


