જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર માનસી હોટલ નજીક એલસીબીનો દરોડો : વર્ના કારમાંથી 744 ટીન બિયર મળી આવ્યા : બૂટલેગરની શોધખોળ

જામનગર-રાજકોટ હાઇવે પર માનસી હોટલ નજીકના રોડ ઉપર પાર્ક કરેલી જીજે07 એઆર 5988 નંબરની વર્ના કારમાં દારૂ-બિયરનો જથ્થો હોવાની એલસીબીના ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શિયાર, અજયભાઇ વીરડાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ વર્ના કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 1,39,680ની કિંમતના 744 નંગ બિયરના ટીનનો જથ્થો મળી આવતાં એલસીબીએ રૂા. 2 લાખની કિંમતની વર્ના કાર અને બિયરનો જથ્થો મળી કુલ રૂા. 3,39,680નો મુદામાલ કબ્જે કરી વર્ના કારનો ચાલક અને બિયરનો જથ્થો મંગાવનાર તથા સપ્લાય કરનાર બૂટલેગરોની કારના નંબરના આધારે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


