જામનગરના સત્યમ કોલોની નજીક રસ્તાના અધુરા કામને લઇ મહિલાઓ વિફરી હતી રસ્તો રોકી ચકકાજામ કરતા પોલીસ દોડી ગઇ હતી. અને આ અંગે રસ્તો ખાલી કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના સત્યમ કોલોની અંડર બ્રિજ પાસે આવેલી સોસાયટીઓમાં રસ્તાના કામો અધુરા હોય સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતાં. અધુરા રસ્તાના કામોને કારણે ત્રાહીમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહિશો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. વિરોધ પ્રદર્શન કરી રહેલ મહિલાઓ બ્રિજ પાસે બેસી જઇ રસ્તો બંધ કરી દીધો હતો. જેના પરીણામે ચકકાજામની સ્થિતિ સર્જાઇ હતી. મહિલાઓએ સુત્રોચ્ચાર કરી રસ્તો બંધ કરી દેતા ટ્રાફીક જામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને સમજાવવાની અને માર્ગ ખાલી કરાવવા તજવીજ હાથ ધરી હતી.
View this post on Instagram


