Thursday, December 26, 2024
HomeબિઝનેસStock Market Newsઆઇપીઓમાં નાણાં રોકવામાં ગુજરાત દેશમાં ટોચ પર

આઇપીઓમાં નાણાં રોકવામાં ગુજરાત દેશમાં ટોચ પર

- Advertisement -

શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાતીઓ આગળ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં શેરબજારમાં જોવા મળી રહેલી અભૂતપૂર્વ તેજીના કારણે તેમજ પ્રાયમરી માર્કેટમાં ઈનિશિયલ પબ્લિક ઓફરમાં રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ મળતા વળતરના કારણે હવે ગુજરાત આઈપીઓમાં અરજી કરવામાં અને રોકાણ કરવામાં દેશમાં પહેલું રાજ્યું બન્યું છે. આ ઉપરાંત હૈદરાબાદ, બેંગ્લોર કે દિલ્હી જેવા શહેરોને પાછળ રાખી ગુજરાતના નાના શહેરોમાંથી આઈપીઓમાં વધારે રોકાણ થઈ રહ્યું છે. વર્ષ 2021-22માં આઈપીઓમાં થયેલા કુલ ભરણમાં (એલોટમેન્ટ નહીં, કુલ અરજીની રકમ)ની દ્રષ્ટિએ 8.69 લાખ કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને અને 88,819 કરોડ રૂપિયા સાથે ગુજરાત દેશમાં બીજા સ્થાને હતું. એ પછી વર્ષ 2022-23માં મહારાષ્ટ્રમાંથી કુલ 32, 887 કરોડ રૂપિયા સામે ગુજરાતમાંથી 21,960 કરોડની અરજીઓ થઈ હતી. પરંત 2023-24માં 1,35,005 કરોડ રૂપિયા સાથે ગુજરાત પ્રથમ ક્રમે અને 94,617 કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે આવી ગયું હતું.

- Advertisement -

મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, દેશની નાણા સંસ્થાઓ અને રોકાણકારની દ્રષ્ટિએ દેશમાં અવ્વલ હોવા છતાં ગુજરાત હવે તેનાથી આગળ નીકળી ગયું છે. ટોચના શહેરો કે જ્યાંથી આઈપીઓમાં રોકાણ આવે છે તેમાં મુંબઈ હજી પણ દેશમાં સૌથી આગળ છે. પરંતુ આઈપીઓમાં કુલ રોકાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટોચના 20 શહેરોમાં ગુજરાતના 9 શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા અને જામનગર જેવા નાના કેન્દ્રો પણ આ ટોચના 20 શહેરોની યાદીમાં જોવા મળે છે. વર્ષ 2021-22માં કુલ 7 શહેરો હતા જે હવે વધીને 9 થઈ ગયા છે. ભુજ હવે ટોચના શહેરોની યાદીમાં નથી પણ સામે સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા જેવા શહેરોનો ઉમેરો થયો છે. ઉપલબ્ધ વિગતો વધુમાં દર્શાવે છે કે બેંગ્લોર, પૂણે, હૈદરાબાદ કે ચેન્નાઈ જેવા મેટ્રો સેન્ટર આ યાદીમાં ગુજરાતના મોટાભાગનાં શહેરો કરતા પાછળના ક્રમે આવે છે.

ત્રણ વર્ષના ઉપલબ્ધ આંકડા અનુસાર કુલ 166 પબ્લિક ઈસ્યુ થકી કંપનીઓએ નાણા એકત્ર કર્યા હતા. આ આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે જ 120 કંપનીઓમાં ઈસ્યુ પ્રાઈસ કરતા લિસ્ટિંગનો ભાવ વધારે રહેતા રોકાણકારોને વળતર મળ્યું હતું. જ્યારે 46માં ખોટ સહન કરવી પડી હતી. દર ચારમાંથી ત્રણ કંપનીઓમાં વળતર મળ્યું હોવાથી રોકાણકારો બેન્કમાં પડેલી ફાજલ બચત આઈપીઓમાં ભરણમાં અરજી તરીકે કહી રહ્યા હાવાનું નિષ્ણાંત માને છે.

- Advertisement -

આડેધડ આવતાં દરેક આઇપીઓ ભરતા લોકો ચેતી જજો

ગયા વર્ષે બહુ જ ગાજેલો ટાટા ટેકનોલોજી નો આઈપીઓ લીસ્ટીંગ ના દિવસે 1400 નો હાઈ ભાવ બનાવ્યા બાદ છેલ્લાં સવા વર્ષ થી ધીરે ધીરે નીચે જ જઈ રહયો છે. આજે એના ઓલ ટાઇમ લો ભાવ 890 પાસે બંધ થયેલ છે. ટાટા ગ્રૂપ જેવું મોટું નામ, અને સારા મજબૂત ફંડામેન્ટલ્સ હોવા છતા પણ શેરની આવી ખરાબ હાલત થયેલ છે.

માટે આઈપીઓ લઈ ને આવતી સર્વ જાણી અજાણી કંપનીઓ ની વિગતવાર અભ્યાસ અને માહિતી વિના ફક્ત ગ્રે માર્કેટ પ્રિમિયમ જોઈ ને આંખ બંધ કરી ને આડેધડ આઈપીઓ ભરનારા લોકોએ ચેતી જવા જેવું છે. પબ્લિક ઈસ્યુ સમયે અને લીસ્ટીંગ થયા બાદ કંપની વિશે સારા પરિણામો બતાવી, નવા મોટા ઓર્ડર મળ્યાં ના સમાચારો જાહેર કરીને, અને ભવિષ્યની મોટી મોટી વિસ્તરણની યોજનાઓ બતાવી કંપની વિશે બધાને સારૂ ચિત્ર દેખાડવામાં આવે છે.

- Advertisement -

લીસ્ટીંગ ના થોડા દિવસ બાદ ભાવો ઉપર કર્યા બાદ પંટરો અને ઓપરેટરો પોતપોતની અનુકુળતા એ એક્ઝિટ લઈ લે છે, અને પછી ફસાઈ જાય છે નાના રોકાણકારો. તેજી માં આ બધાંય શેરો ચાલશે. પરંતુ મંદીમાં આ બધાંય શેરો એના વાસ્તવિક મૂલ્ય પર આવી જાય છે. માટે જે લોકો ફકત લીસ્ટીંગ ગેઈન માટે આઈપીઓ ભરે છે એમણે પહેલા દિવસે જ વધારે લાલચ કર્યા વગર વેચીને નફો બુક કરી લેવો જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular