Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગર14 વર્ષના યુવાનની સાઈકલ દ્વારા 12 જ્યોતિલિંગ યાત્રા

14 વર્ષના યુવાનની સાઈકલ દ્વારા 12 જ્યોતિલિંગ યાત્રા

જામનગર પહોંચ્યો યુવાન : જામનગરના સ્થાનિકો સાથે કર્યો નિવાસ

- Advertisement -

દિલ્હીનો 14 વર્ષનો યુવાન સાઈકલ દ્વારા 12 જ્યોતિલિંગની યાત્રાએ નિકળ્યો છે. આ યુવાન જામનગર પહોંચ્યો હતો ત્યાં સ્થાનિકો સાથે રોકાણ કરી નાસિક જવા નિકળ્યો હતો.

- Advertisement -

દિલ્હીનો 14 વર્ષની ઉંમરનો યુવાન યશપાલ સનાતન ધર્મના સંકલ્પ લઇ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાના પ્રાણ સાથે સાઈકલ દ્વારા ભારતની યાત્રાએ નિકળ્યો છે. જે ચાર ધામ અને 12 જ્યોતિલિંગની યાત્રા કરશે. છેલ્લાં છ મહિનાથી દિલ્હીથી નિકળેલ યશપાલ કેદારનાથ, બદ્રીનાથ, વૈદ્યનાથ મહાદેવ, ગંગોત્રી, યમનોત્રી, હરીદ્વાર, ગુજરાતના સોમનાથ અને દ્વારકાના નાગેશ્ર્વર મહાદેવ જયોતિલિંગની યાત્રા પૂર્ણ કરી જામનગર પહોંચ્યો હતો. જ્યાં તેણે જામનગરના સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રવિવારે સાંજે નાશીક જવા નિકળ્યો હતો.

માત્ર 14 વર્ષની ઉંમરે આ યુવાન સાઈકલમાં ભગવા શાલ અને યાત્રા દરમિયાન રક્ષા માટે તલવાર સાથે રાખી તેમજ રાતવાસો કરવા માટે ટેન્ટ સહિતન સામગ્રીઓ લઇ ભારત ભરની યાત્રાએ નિકળ્યો છે. હજુ એકાદ વર્ષમાં આ યાત્રા પૂર્ણ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular