જામનગરના ઢીચડા રોડ, સેનાનગરમાં એક શખ્સના મકાનમાંથી એલસીબી પોલીસે રૂા.68000 ની કિંમતની 170 નંગ દારૂની બોટલ ઝડપી લઇ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ, સેનાનગરમાં રહેતો રાહુલ ભીખુ સીંગરખીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના કિશોરભાઈ પરમાર, વનરાજભાઈ મકવાણા તથા ધાનાભાઈ મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ આર.કે. કરમટા તથા પીએસઆઈ પી.એન. મોરી, સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન કુલ રૂા.68000 ની કિંમતની 170 નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી. રેઈડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.