કાલાવડ તાલુકાના ખરેડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી સ્થાનિક પોલીસે ત્રણ વર્લીબાજને જૂગાર રમાડતા ઝડપી લીધા હતાં. જામનગરના હવાઈ ચોક વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલાઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિતગ મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના ખરેડી ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન દિનેશ પાનસીંગ સંગોડ, શૈલેષ સુકીયાભાઇ ચંગોડ, હસમુખ જમન ધામેચા સહિતના ત્રણ શખ્સોને રૂા.1210 ની રોકડ રકમ અને રૂા.6000 ની કિંમતના ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.7210 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી. બીજો દરોડો, જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ભાનુશાળી વાડી શેરી નં.5 માં જાહેરમાં તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ચાર મહિલાઓેને ઝડપી લઇ તેમની પાસેથી ગંજીપના અને રૂા.4110 ની રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.