Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મૃતક બન્ને તરૂણોના પરિવારજનોએ કેમ આવેદન આપવું પડે ?

જામનગરના મૃતક બન્ને તરૂણોના પરિવારજનોએ કેમ આવેદન આપવું પડે ?

બન્ને ઘટનામાં પોલીસ દ્વારા જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડકમાં કડક સજા કરાવવી જોઇએ: આરોપીઓને કડક સજા થાય તેની જવાબદારી પોલીસ વિભાગની છે

- Advertisement -

જામનગર શહેરમાં હાલમાં જ બનેલી બે ઘટનાએ હાલારને થરથરાવી દીધું છે. જેમાં પ્રથમ ઘટના સજાતિય સંબંધ માટે તરૂણને તેના જ બે મિત્રોએ સાથે મળીને હત્યા નિપજાવી લાશને સળગાવી દીધી હતી. જ્યારે અન્ય એક ઘટનામાં એક તરૂણને તેના જ મિત્રોએ વીડિયો બનાવી ડિલીટ કરવા માટે પૈસાની માંગણી કરતા હોવાથી તરૂણે જિંદગીથી કંટાળી ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બન્ને ઘટનાઓમાં તરૂણોના પરિવારજનો અને સમાજ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

છોટીકાશી તરીકે પ્રખ્યાત એવા ધાર્મિક શહેર જામનગરમાં આમ તો સમયાંતરે ગુનાખોરી થતી હોય છે. હત્યા, હુમલા, ચોરી, લૂંટ અને સાયબર ક્રાઈમ, છેતરપિંડી જેવી ઘટનાઓ બનતી હોય છે જે સામાન્ય છે. પરંતુ, છેલ્લાં થોડાં સમયથી હાલમાં જ યુવાન વયમાં પ્રભુતાના પગલા માંડનારા યુવકોની મોબાઇલ ફોનના બેહદ ઉપયોગને કારણે માનસિકતા ઘણી વિકૃત બનતી જાય છે અને આવી વિકૃતતા યુવક તરીકે પગપાળા કરતાની જિંદગી યુવકોની માનસિકતા વિકૃત થવા પાછળ સૌથી મોટો ભાગ મોબાઇલ ભજવે છે અને તેમાં પણ ખાસ કરીને મોબાઇલ પર આવતી એપ્લીકેશનો અને ઈન્ટરનેટનો ઉપયોગ વધુ પડતો કરતા હોવાથી માનસિકતા વિકૃત થતી જાય છે અને અણછાજતી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે જેને પૂર્ણ કરવા માટે કોઇપણ હદ્દ સુધી જઇ શકતા હોય છે. આવી જ માનસિકતાના દર્શન હાલમાં જામનગર શહેરમાં બનેલી બે ઘટનાઓમાં જોવા મળ્યા છે જેમાં પ્રથમ ઘટના 16 વર્ષના હાર્દિક નામના તરૂણને સજાતિય સંબંધ માટે તેના જ બે મિત્રો અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ગળુ દબાવીને ઈન્જેકશન મારી લાશને સળગાવી દીધી હતી. આ ઘટનામાં તેના જ બે મિત્રો કે જે હજુ યુવાનીની ઉંમરે પહોંચ્યા છે તેમની વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. હવે, આ બંને યુવાનોની જિંદગી જેલમાં જ પૂર્ણ થઈ જશે.

જ્યારે ત્રણેક દિવસ પહેલાં વીજરખી ડેમ ઉપર સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી અબ્દુલ કાદર અબા અલીભાઈ કેરુન (ઉ.વ.16) નામના તરૂણે ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના’ ગીત સાથે વીડિયો વાયરલ કરી આપઘાત કર્યો હતો. આ આપઘાતની ઘટનામાં હચમચાવી દિએ તેવી સ્ફોટક વિગતો ખુલ્લી છે જેમાં આ બનાવમાં પણ મૃતક અબ્દુલ કાદરના મિત્રો દ્વારા જ તેને માર મારી બનાવેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કર્યો હતો અને આ વીડિયો ડિલીટ કરવા માટે મૃતકના મિત્રોએ મૃતક પાસે પૈસાની ખંડણી માંગી હતી. મિત્રો દ્વારા ખંડણી માટે અપાતા ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાનું ખુલ્યું છે. આ ઘટનામાં પણ તરૂણના મિત્રો જ તેના મોતનું કારણ બન્યા છે. શહેરની બન્ને ઘટનાઓમાં તરૂણના પરિવારજનો અને સમાજ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની માંગણી સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -

જેમાં આજે જમાતુલ અરબ-જામનગર દ્વારા મૃતક અબ્દુલના પરિવારજનો અને વિસ્તારના લોકો તથા જ્ઞાતિજનો સાથે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી મૃતકને બ્લેકમેઈલ અને ટોર્ચર કરતા તથા ખંડણીની માંગણી કરતા અસામાજિક તત્વોને ઝડપી લઇ કડકમાં કડક સજા આપવા રજૂઆત કરી હતી. ઉપરાંત પોલીસ અધિક્ષક તથા રાજ્યના ગૃહમંત્રી, કલેકટર અને રાજકોટ રેંજ આઈજીને પણ રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular