Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સમાધાન માટે બોલાવી યુવાન ઉપર બે ભાઈઓનો હુમલો

જામનગરમાં સમાધાન માટે બોલાવી યુવાન ઉપર બે ભાઈઓનો હુમલો

લોખંના પાઈપ અને લાકડી વડે લમધાર્યો : માથાકૂટ કરીશ તો પતાવી દેશું : પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં 15 દિવસ પહેલાંની થયેલી માથાકૂટનું સમાધાન કરવા બોલાવી યુવાનને બે શખ્સોએ ગાળો કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલા બાવરી વાસમાં રહેતાં સંજય નવલ ગોહિલ (ઉ.વ.26) નામના યુવાનને 15 દિવસ પહેલાં સુનિલ ગોહિલ સાથે માથાકુટ થઈ હતી. જે બાબતનું સમાધાન કરવા માટે સુનિલે સંજયને રવિવારે સાંજના સમયે ગાયત્રીનગર વિસ્તારમાં બોલાવ્યો હતો. જ્યાં જૂની બોલાચાલીનું મનદુ:ખ રાખી સુનિલ ગોહિલ અને સુનિલનો ભાઈ સહિતના બે શખ્સોએ સંજય ઉપર લોખંડના પાઈપ અને લાકડી વડે ઈજા પહોંચાડી અને હવે માથાકૂટ કરીશ તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી. બનાવ અંગેની સંજય ગોહિલ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ. જે. રાવલ તથા સ્ટાફે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular