Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારદાદાના અસ્થિવિસર્જન સમયે કંકાવટી ડેમમાં બે પૌત્રો ડૂબ્યા, એકનું મોત

દાદાના અસ્થિવિસર્જન સમયે કંકાવટી ડેમમાં બે પૌત્રો ડૂબ્યા, એકનું મોત

દાદાના અસ્થિ વિસર્જન દરમિયાન દુર્ઘટના: એકનો બચાવ, સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયો : પરિવારમાં શોકનું મોજું

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામમાં મૃતકના અસ્થિ વિર્સજન માટે ગયેલા ધમસાણિયા પરિવારના બે યુવાનો કંકાવટી ડેમના પાણીમાં ડૂબવા લાગતા બન્નેને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતાં સરપંચ લલીતાબેન ધમસાણિયાના મોટાસસરા પોપટભાઈ જુઠાભાઈ ધમસાણિયાનું બે દિવસ પહેલાં અવસાન થયું હતું. તેમની અંતિમ ક્રિયા પૂર્ણ કરાયા બાદ પરિવારજનો આજે કંકાવટી ડેમ પાસે અસ્થિ વિસર્જન કરવા ગયા તે સમયે મૃતકના પૌત્ર આદિત્ય રાજુભાઈ ધમસાણિયાનો પગ પાણીની સેવાળમાં એકાએક લપસી જતા પાણીમાં પડી ગયો હતો. તેમજ તેની સાથે સાથે પ્રતિક અરવિંદભાઈ ધમસાણિયા પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, બંને યુવાનોને તરતા આવડતું ન હોવાથી ડૂબવા લાગ્યા હતાં. તે સમયે ડેમના કાંઠે રહેલા માછીમારોએ તાત્કાલિક પાણીમાં ઝંપલાવી બંને યુવાનોને બહાર કાઢયા હતાં.

ત્યારબાદ બનાવની જાણના આધારે 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રતિક અરવિંદ ધમસાણિયાને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જ્યારે આદિત્ય ધમસાણિયાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular