જામનગર શહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રૂા.29,760 ના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં રંગમતિ સોસાયટીમાં જુલેખા મસ્જિદવાળી શેરીમાં સંજરી એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ગુલાબ મોઇનુદ્દીન હુશેનભાઈ અલુલા, સુલેમાનભાઈ આમદભાઈ સુમરા, સુલતાન કરીમભાઈ દલ, તારીક રજાક સેતા, અલી એહમદભાઈ ખલફાન વસીમ મજીદભાઈ શેખ, સોહિલ સલીમભાઈ રૂપિયા અને નાઝીમ કાસમભાઈ કથીરી નામના આઠ શખ્સોને રૂા.21,260 ની રોકડ તથા રૂા.8500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.29,760 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.