Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

જામનગર શહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

સીટી એ ડીવીઝનમાં દરોડો: રૂા.11,130 ની રોકડ રકમ અને મોબાઇલ કબ્જે : અન્ય એક શખ્સની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર નાગરપરા વિસ્તારમાં ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાતી વન ડે મેેચના પ્રસારણ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે રૂા.16,130 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, ભારતમાં હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023 રમાઈ રહ્યો છે ત્યારે બુધવારે દિલ્હીના અરૂણજેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચના સ્કોર ઉપર રનફેર અને હારજીતનો જૂગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે જામનગર શહેરના નાગરપરા શેરી નં.2 માં રહેતાં શ્યામ પ્રકાશભાઈ લાલ નામનો શખ્સ મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.11,130 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.16,130 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ ક્રિકેટના સટ્ટામાં સાહીલ જામનગર મો.93740 26143 ની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular