Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરજામસાહેબ દ્વારા શાલિગ્રામ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલની આરોગ્ય સેવા વિશે જાણકારી મેળવાઇ

જામસાહેબ દ્વારા શાલિગ્રામ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલની આરોગ્ય સેવા વિશે જાણકારી મેળવાઇ

- Advertisement -

જામસાહેબ દ્વારા તાજેતરમાં હૃદયના નિદાન માટે શાલિગ્રામ મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં જતાં હોસ્પિટલની આરોગ્ય સેવા સહિતની વિગતો મેળવી હતી અને હોસ્પિટલમાં મળતી સુવિધાઓનું ઝિણવટભર્યું અવલોકન પણ કર્યું હતું.

- Advertisement -

જામસાહેબ દ્વારા હૃદયના નિદાન માટે શાલિગ્રામ મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ગયા હતાં. જ્યાં તેમણે હોસ્પિટલની આરોગ્ય સેવા અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. જામસાહેબને હૃદયના નિદાન દરમિયાન હોસ્પિટલ ધાર્યા કરતાં વધુ યોગ્ય લાગતા તેમણે ત્યાંના વિવિધ વિભાગોની મુલાકાત લેવા માટે હોસ્પિટલની મેનેજમેન્ટ ઓથોરિટીને વિનંતી કરી હતી. ત્યારબાદ હોસ્પિટલના સંચાલક ડો. કેવિન દિનેશભાઇ વિરાણી તેમના પત્નિ વિધિ વિરાણી સહિત અન્ય ડોકટર્સની ટીમ સાથે જામસાહેબે હોસ્પિટલના તમામ વિભાગની મુલાકાત લીધી હતી. જેમાં અત્યાધુનિક કલાસ 100 મોડ્યૂલર ઓપરેશન થિયેટર, ન્યુરો ક્રિટીકલ કેર માટે જામમનગરનું સૌપ્રથમ ન્યૂરો માઇક્રોસ્કોપ, લેપ્રોસ્કોપ (દુરબીન)ની સુવિધા, વર્લ્ડ-કલાસ આઇસીયુ, ક્રિટીકલ કેર ડાયાલીસીસ, વેન્ટિલેટરની સગવડ વગેરે તમામ સુવિધાઓનું ઝિણવટભર્યું અવલોકન કર્યું હતું.

તેઓને માહિતી આપતા શાલિગ્રામ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીં 24 કલાક લેબોરેટરી અને સીટી સ્કેન, પેનલેસ (દર્દરહિત) સુવાવડ, ચામડી-વાળ તથા દાંતના રોગોનું નિદાન એમ મોટાભાગની તમામ સગવડો ઉપલબ્ધ છે. ખાસ કરીને કરોડરજ્જુ તથા બ્રેઇન ટ્યૂમરના ઓપરેશન, બીપી, થાઇરોઇડ, ડાયાબીટીસ જેવા રોગ હોય તે પ્રકારના મહિલા દર્દીઓની ક્રિટીકલ ડિલિવરી તેમજ આઇસીયુમાં લકવો, હાર્ટએટેક, પોઇઝનના કેસ માટેની ઇમરજન્સી સારવારથી અહીં ઘણા દર્દીઓ નિદાન મેળવી ચૂકયા છે. જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. અપૂર્વ ડોડીયા દ્વારા અહીં હાડકાના ક્રિટીકલ ઓપરેશન પણ થાય છે.

- Advertisement -

હોસ્પિટલ કમાણીના સાધન તરીકે નહીં પણ લોકોની સુવિધા અને રાહતનું સ્થળ બની રહે તે હેતુથી અહીં દર શુક્રવારે ઓપીડી તદ્ન મફત કરવામાં આવે છે. આમ, જામનગરની જનતા માટે આ હોસ્પિટલ સુવિધાનો સર્વોત્તમ વિકલ્પ બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular