Saturday, December 6, 2025
Homeરાજ્યપેરોલ પરથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી દ્વારકા જિલ્લા એલસીબી

પેરોલ પરથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી દ્વારકા જિલ્લા એલસીબી

ભાણવડમાં નોંધાયેલા ગુનાના આરોપી હાલમાં આજીવન કેદની સજામાં હોય પેરોલ પરથી છૂટી નાસતો ફરતો હોય, દ્વારકા એલસીબીએ ભાણવડના વાનાવડના પાટીયા પાસેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ભાણવડ પોલીસ સ્ટશેનમાં નોંધાયેલ ગુનામાં આરોપી જેતશી ઉર્ફે સાકો લખમણ કનારાને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદ અને રૂા.500 ના દંડની સજા થઈ હતી. આરોપી ગત તા.22/09/2022 ના 10 દિવસની પેરોલ રજા ઉપર જઈ પરત ફર્યો ન હતો અને સતત 10 માસથી ફરાર હોય આ દરમિયાન આરોપી તેના મુળ ગામ શીવા તેના માતાને મળવા આવવાનો હોવાની દ્વારકા એલસીબીના એએસઆઈ જયદેવસિંહ જાડેજા અને હેકો પરેશભાઇ સાંજવાને મળેલ બાતમીના આધારે દ્વારકા એલસીબી એ ભાણવડના વાનાવડના પાટીયા પાસેથી જેતશી ઉર્ફે સાકો લખમણ કનારા ને ઝડપી લઇ જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપ્યો હતો.

આ કામગીરી દ્વારકાના પોલીસ ઇન્સ. કે.કે. ગાહિલની રાહબારી હેઠળ પીએસઆઈ બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચર, એએસઆઈ જયદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ડાંગર, હેકો પરેશભાઇ સાંજવા,સચિનભાઇ નકુમ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular