Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસગીર બાઇક સવારે ટ્રાફિકના વાહન અને બાઇક સવાર દંપતિ સાથે અકસ્માત

સગીર બાઇક સવારે ટ્રાફિકના વાહન અને બાઇક સવાર દંપતિ સાથે અકસ્માત

ટ્રાફિક પોલીસના વાહનમાં 20000નું નુકસાન પહોંચાડયું: બાઇક સવાર દંપતિને ઇજા : પોલીસ દ્વારા સગીર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં મારૂતિનગર સોસાયટી તરફ જતા માર્ગ પર જતાં ટ્રાફિક પોલીસના વાહન પાછળ પુરઝડપે બેફિરકારઇથી આવી રહેલા સગીરની બાઇકે ઠોકર મારી નુકસાન પહોંચાડયું હતુ તેમજ આગળ જતાં દંપતિના બાઇક સાથે બાઇક અથડાવી દંપતિને ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસ સગીર વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના બાલંભડી ગામમાં રહેતો સગીર શુક્રવારે સાંજના સમયે તેના જી.જે-10બીએમ-4614 નંબરના બાઇક પર દરેડ નજીક એપલ ગેઇટથી મારૂતિ નગર સોસાયટી તરફ જતાં રસ્તામાં આગળ જતા ટ્રાફિક પોલીસના વાહન સાથે ધડાકાભેર બાઇક અથડાવી અકસ્માતમાં સરકારી વાહનમાં 20000નું નુકસાન પહોંચાડયું હતું તેમજ આગળ જતાં પંકજભાઇ જીતેન્દ્રભાઇ વડોદરિયા નામના યુવાનના બાઇક સાથે સગીરે બાઇક અથડાવતા અકસ્માતમાં પંકજભાઇ અને તેમના પત્નીને ઇજા પહોંચી હતી. બેફિકરાઇથી બાઇક ચલાવતાં સગીર વિરૂધ્ધ ટ્રાફિક પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા પંચકોશી બી ડિવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે એ.એસ.આઇ. ડીસી ગોહિલ તથા સ્ટાફે સગીર વિરૂધ્ધ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular