જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા 24 જૂનના ભગવાન જગન્નાથજીની ભવ્ય 16મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધાર્મિક કાર્યક્રમો થશે અને બ5ોરે 3-30 વાગ્યે રથયાત્રા સુમેર ક્લબ પાસેથી પ્રારંભ થશે. જેની પૂર્ણાહુતિ ઈસ્કોન મંદિરમાં સાંજે 7-30 વાગ્યે થશે. ત્યારબાદ કથા-ડ્રામા સંકીર્તન-આરતી-પ્રવચન પછી 8 વાગ્યે સર્વે ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.
જામનગરમાં ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની સોળમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર-રાજકોટ હાઈવે, ધુંવાવ રોડ, ઈસ્કોન મંદિરમાં તા. 24ના સવારે 4-30 વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થશે. એ પછી સવારના સાડાસાત વાગ્યે શ્રૃંગાર દર્શન, આઠ વાગ્યે તથા અગિયાર વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે સાડાબાર વાગ્યે વિશેષ આરતી-છપ્પનભોગ દર્શન થશે. સર્વે ભક્તોને રથયાત્રા તેમજ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છેેે. ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ)ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે 3:30 વાગ્યે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભક્તોની ઉપસ્થિતિમાં સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ થશે અને રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૃટ પર સ્વાગત થશે તેમજ પ્રસાદ, ફ્રુટ્સ, ઠંડા પાણી, સરબતનું વિતરણ થશે. અને દરેક રૃટ ઉપર પધારેલ કૃષ્ણ ભક્તો સંકીર્તન, હરે કૃષ્ણ ના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવશે. રાત્રે 7-30 વાગ્યે પૂર્ણાહુતિ પછી રાત્રે 8 વાગ્યે દરેક કૃષ્ણ ભક્તો માટે ઈસ્કોન મંદિરમાં પ્રસાદમ્ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વધુ વિગત માટે મુરલીધરદાસ (મો. 94ર89 01896) તથા રમારમણદાસ (મો. 94290 71514) તેમજ (મો. 94269 18755) એડવોકેટ દિલીપ ભોજાણીનો સંપર્ક કરવો.