Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયતમાં 88, તાલુકા પંચાયતમાં 359 ફોર્મ માન્ય

જામનગર જિલ્લા પંચાયતમાં 88, તાલુકા પંચાયતમાં 359 ફોર્મ માન્ય

- Advertisement -

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કાર્યવાહી ચાલી રહી છે. જામનગર જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે ગઇકાલે સોમવારે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં 88, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં 359 ફોર્મ માન્યા રહ્યાં હતાં. આ ઉપરાંત સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે 85 ફોર્મ અને જામજોધપુર નગરપાલિકાની પેટાચૂંટણી માટે પાંચ ફોર્મ માન્ય રહ્યાં હતાં.

- Advertisement -

જામનગરની જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઇકાલે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ભરાયેલા કુલ 152 ઉમેદવારીપત્રોમાંથી 88 ઉમેદવાર રહ્યાં છે. ગઇકાલે ફોર્મ ચકાસણીમાં 63 ફોર્મ અમાન્ય ઠર્યા બાદ 89 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જેમાંથી એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં હાલ 88 ઉમેદવાર રહ્યાં છે. જેમાં અલિયા બેઠક માટે પાંચ, ધૂતારપર માટે પાંચ, ખિમરાણા બેઠક માટે બે, મોરકંડા બેઠક માટે બે, આમરા બેઠક માટે ત્રણ, બેડ બેઠક માટે ચાર, ચેલા બેઠક માટે બે, ધુંવાવ બેઠક માટે ચાર, ભણગોર બેઠક માટે માટે ત્રણ, લાલપુર બેઠક માટે ચાર, પીપરટોડા બેઠક માટે ચાર, સિંગચ બેઠક માટે પાંચ, ગીંગણી બેઠક માટે બે, મોટીગોપ બેઠક માટે પાંચ, સત્તાપર બેઠક માટે ચાર, શેઠવડાળા બેઠક માટે ચાર, ખંઢેરા બેઠક માટે ત્રણ, ખરેડી બેઠક માટે ત્રણ, નવાગામ બેઠક માટે ત્રણ, નિકાવા બેઠક માટે ત્રણ, જોડિયા બેઠક માટે સાત, ખારવા બેઠક માટે ચાર, લતીપુર બેઠક માટે ચાર, પીઠડ બેઠક માટે ત્રણ મળી કુલ 88 ઉમેદવારો છે.

જામનગર તાલુકા પંચાયતની કુલ 112 બેઠક માટે 597 ઉમેદવારીપત્રો રજૂ થયા હતાં. જેમાંથી ગઇકાલે ફોર્મ ચકાસણીમાં 238 ફોર્મ રદ્ થયા છે અને 359 ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં જામનગર તાલુકા પંચાયત માટે 84, કાલાવડ તાલુકા પંચાયત માટે 58, લાલપુર તાલુકા પંચાયત માટે 62, જામજોધપુર તાલુકા પંચાયત માટે 72, ધ્રોલ તાલુકા પંચાયત માટે 40 અને જોડિયા તાલુકા પંચાયત માટે 43 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યાં છે.

- Advertisement -

સિક્કા નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 111 ઉમેદવારીપત્રો ભરાયા હતાં. જેમાંથી ગઇકાલે ફોર્મ ચકાસણી બાદ 26 ફોર્મ રદ્ થયા હતાં અને 85 ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં વોર્ડ નં. 1માં એક માટે 12, વોર્ડ નં. 2 માટે 16, વોર્ડ નં. 3,4 અને 5 માં 12-12, વોર્ડ નં. 6માં 11 અને વોર્ડ નં. 7માં 9 ઉમેદવારી પત્રો મળી કુલ 85 ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે. જામજોધપુર નગરપાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નં. 7 માટે કુલ 6 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી એક ફોર્મ રદ્ થયું છે. જ્યારે પાંચ ફોર્મ માન્ય રહ્યાં છે.

આજે મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે ફોર્મ પરત ખેંચાયા બાદ જામનગર જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટણી જંગમાં કેટલાં ઉમેદવારો મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular