Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરદરેડ લેન્ડ ગ્રેબિંગ ગુનામાં એક શિક્ષકની ધરપકડ

દરેડ લેન્ડ ગ્રેબિંગ ગુનામાં એક શિક્ષકની ધરપકડ

- Advertisement -

જામનગર તાલુકાના દરેડમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવા અંગેના પ્રકરણમાં પોલીસે સરકારી શાળાના એક શિક્ષકની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાતા જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. જ્યાં તેને અલગ મિનિટમાં રાખવામાં આવ્યા છે જ્યારે મદદ માટે એક કેદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 49 થયો છે.

- Advertisement -

ચકચારી દબાણ પ્રકરણની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડમાં આવેલી સરકારી સર્વે નંબર 131 અને 132 વાળી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવા અંગેનો લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુન્હો સરકાર પક્ષ તરફથી ફરિયાદી બનીને નોંધાયો હતો. આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન કુલ 48 આરોપીઓની આ પ્રકરણમાં ધરપકડ થઈ ચૂકી છે. દરમિયાન જામનગરની સરકારી શાળામાં ફરજ બજાવતા સૂરદાસ શિક્ષક અબ્દુલભાઈ આમદભાઈ કોરેજાએ સરકારી જગ્યામાં પ્લોટ ખરીદ કરીને તેમાં મકાન બનાવ્યું હોવાથી ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી રિપોર્ટ નેગેટીવ આવતાં જામનગરની જિલ્લા જેલમાં મોકલી અપાયા છે. જ્યાં પોતે સુરદાસ હોવાના કારણે તેઓને 14 દિવસ માટેની કોરેન્ટાઈન બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત તેની રોજિંદી પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે અન્ય એક કેદીને પણ મદદ માટે રાખવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular