Wednesday, May 6, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયમેક્સિકોમાં બસ ખીણમાં ખાબકી, 27નાં મોત

મેક્સિકોમાં બસ ખીણમાં ખાબકી, 27નાં મોત

મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ બસ અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો. ઓક્સાકાના ગવર્નરે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વિદેશી મીડિયા અનુસાર મુસાફરોથી ભરેલી બસ બુધવારે મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી. આ દરમિયાન મેગડાલેના પેનાસ્કો શહેરમાં સવારે લગભગ 6.30 વાગ્યે બસ ખીણમાં ખાબકી ગઈ હતી. ઓક્સાકાના ગવર્નરે ટ્વિટ કરીને અકસ્માતની જાણકારી આપી હતી. ત્લેક્સિયાઓ સિવિલ પ્રોટેક્શનના કર્મચારીઓએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.માહિતી અનુસાર સ્થાનિક રહીશો અને નગર પાલિકાના કાર્યકરોએ પણ સ્થળ પર જ મોરચો સંભાળી લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં એક વર્ષનું બાળક, 13 મહિલાઓ અને 13 પુરુષોનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular