Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 214 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

જામનગરમાં 214 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કૃષિમંત્રી રાઘવજી પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત : ટાઉનહોલમાં મેયર અને ધારાસભ્ય તથા પદાધિકારીઓ દ્વારા દિપ પ્રાગટય : ઓવરબ્રીજના નામ કરણ બાદ ખુલ્લો મૂકાયો

- Advertisement -

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જીયુડીસી તથા પીપીપી આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સહિતના વિવિધ વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટાઉનહોલમાં મેયર અને પદાધિકારીઓ તથા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજવામા આવ્યો હતો.

- Advertisement -

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહુર્તના કાર્યક્રમ અંતર્ગત આજે સવારે જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જીયુડીસી તથા પીપીપી આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તથા જીયુડીએમ તેમજ 15માં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂા. 214 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની સાથે દિગ્જામ સર્કલથી એરફોર્સ તરફ જતાં માર્ગ પર નવનિર્મિત ડૉ.બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રીજ, નાગમતિ નદીના પુલથી હાપા માર્કેટીંગ યાર્ડને જોડતાં ફોરલેન રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડીઆઇ પાઇપલાઇન દ્વારા વોટરસપ્લાયનું કામ, જામનગર શહેરમાં જુદી-જુદી જગ્યાએ આસ્ફાલ્ટ રોડના કામો તથા હાપા ખાતે યુસીએચસી સેન્ટર બનાવવાના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા , કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, શિક્ષણ સમિતિ ચેરમેન મનિષ કનખરા અને પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મેરામણ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, વિરોધપક્ષ નેતા આનંદભાઇ રાઠોડ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી 214 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular