ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠકો અને તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે.
તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે કુલ 50 ઉમેદવાર મેદાને છે. ત્યારે ભાણવડ તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે 13 ઉમેદવારો મેદાને ઉતર્યા છે.
ત્યારે તાલુકા પંચાયતની 16 બેઠકોમાં ભાજપના 16, કોંગ્રેસના 13 અને ‘આપ’ના 16, અપક્ષના 5 ઉમેદવારો મેદાને છે. ત્યારે જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ભાજપના 4, કોંગ્રેસના 4, આપના 4 અને અપક્ષનો 1 ઉમેદવાર મેદાને છે.
મતદાન પહેલા જ ભાણવડમાં આવતી તાલુકા પંચાયતની 16 બેઠકમાં કોંગ્રેસને 15 ઉમેદવાર જ મળ્યા હતા. તેમાંથી પણ ભેનકવડ અને રૂપામોરા બેઠકના ઉમેદવારે અંતિમ દિવસે ફોર્મ ખેંચી લીધા હતા અને રાણપર બેઠક પરથી કોંગ્રેસ પક્ષે કોઈ ઉમેદવારી નોંધાવી ન હતી. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ‘આપ’ના તમામ ઉમેદવાર અડીખમ રહ્યા હતા.
View this post on Instagram


