Thursday, November 7, 2024
Homeરાજ્યગુજરાતલગ્નમાંથી પરત ફરી રહેલ પરિવારની કાર પલટી મારી જતા 2ના મોત

લગ્નમાંથી પરત ફરી રહેલ પરિવારની કાર પલટી મારી જતા 2ના મોત

- Advertisement -

રાજકોટ જીલ્લાના જેતપુરમાં અક્સ્માત સર્જાયો છે. જેમાં લગ્નપ્રસંગ માંથી પરત ફરી રહેલ કારને અકસ્માત નડતા બે ના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે અને એકની હાલત ગંભીર છે. જે હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.

- Advertisement -

રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર ગામ પાસે ગોઝારો બનાવ બન્યો હતો. આ ગાડી જેતપુરથી અમરનગર લગ્નપ્રંસગમાંથી પરત ફરી રહી હતી ત્યારે કાર અચાનક પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ચણાકા ગામના ખુશાલભાઈ સંજયભાઈ ડોબરીયા(ઉં.વ.19) અને કેવલ હેંમતભાઈ રાદડિયા (ઉં.વ. 20) નામના યુવકોના મૃત્યુ નીપજ્યા છે. જયારે પ્રિયત અલ્પેશભાઈ નસીત (ઉં.વ. 17) ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular