Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા વધુ 15 કિલો ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

જામ્યુકો દ્વારા વધુ 15 કિલો ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુધ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરમાંથી 20 જેટલા વેપારીઓ પાસેથી 15 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા ચાર ટીમો મારફત કડક ઝુબેંશ હાથ ધરવામાં આવેલ. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ-20 ધંધાર્થી /વેપારીઓ પાસેથી 15 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂા.9750નો દંડ વસુલ કરાયો હતો.

- Advertisement -

આગામી સમયમાં આ ઝુબેંશ વધુ સઘન બનાવી જપ્તીકરણ / દંડનાત્મક કાર્યવાહી ઉપરાંત ડીફોલ્ડરોની મિલ્કતો સીઝ કરી, ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની દરેક વેપારીઓ / વિક્રેતાઓ / ધંધાર્થીઓ / દુકાન ધારકોને જામનગર મહાનગરપાલિકા ધ્વારા તાકીદ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular