કાશ્મીરની ખીણમાંથી સુરક્ષા દળોએ આ વર્ષે અત્યાર સુધીમાં 36 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત 140 આતંકીઓનો સફાયો કર્યો છે. એડીજીપી કાશ્મીર વિજયકુમારે જણાવ્યું હતું કે આ વર્ષના આઠ મહિનામાં 140 આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. આતંકવાદ વિરોધી અભિયાન પુરી તાકાતથી ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળોને કોઈ નુકસાન વિના ઓપરેશનમાં સફળતા મળી છે. તેમણે આડે રસ્તે ચડેલા યુવાનોને અપીલ કરી છે. કે આતંકવાદનો રસ્તો છોડીને મુખ્ય ધારામાં પાછા આવે તેમણે આતંકવાદીઓના પરિવારોને પણ અપીલ કરી છે કે પોતાના સંતાનોને હિંસકનો રસ્તો છોડવાની અપીલ કરે. તેમણે જણાવ્યું હતું કે બંદૂક ઉઠાવી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો યુવાનોને ભ્રમિત કરીને તેમને બંદૂક ઉઠાવવા ઉશ્કેરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે સુરક્ષાદળોએ મંગળ અને બુધવારે બે જગ્યા પર કરેલી અથડામણમાં પાંચ આતંકીઓનો સફાયો થયો હતો.