Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાંથી બે જૂગાર દરોડામાં બે મહિલા સહિત 14 શખ્સ ઝબ્બે

જામનગર શહેર-જિલ્લામાંથી બે જૂગાર દરોડામાં બે મહિલા સહિત 14 શખ્સ ઝબ્બે

ટીપીએસ કોલોનીમાંથી જૂગાર રમતા આઠ શખ્સ ઝડપાયા : જામનગર શહેરમાંથી બે મહિલા સહિત છ શખ્સો જૂગાર રમતા ઝબ્બે

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કાની ટીપીએસ કોલોનીમાંથી તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.23380 ની રોકડ રકમ અને ગંજીપના સાથે તેમજ જામનગર શહેરમાં તીરૂપતિ યોગેશ્વર ધામ વિસ્તારમાંથી બે મહિલા સહિત છ શખ્સોને રૂા.6300 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જામનગર તાલુકાના સીક્કા ગામની ટીપીએસ કોલોેનીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રવિરાજસિંહ પ્રતાપસિંહ કંચવા, સુખદેવસિંહ ચનુભા જાડેજા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુ માલજી જાડેજા, વિશાલ પ્રવિણસિંહ જાડેજા, રાજુ ગુલાબ ગોસાઈ, ભરતસિંહ અમરસિંહ ભટ્ટી, રામજી હમીર મથ્થર, અજીતસિંહ બુધા સીંધા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.23380 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરના તીરૂપતિ યોગેશ્વર ધામ વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સંજય હુકમચંદ મથુરિયા, રમેશ અમરદાસ સોલંકી, કાંતિ આણંદ ચાવડા, કમલેશ જેન્તી રાઠોડ અને બે મહિલાઓ સહિત કુલ છ શખ્સોને રૂા.6300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular