જામનગર મહાનગર પાલિકા દ્વારા બાકી મિલકત વેરા અંતર્ગત તા.08 ના રોજ આઠ મિલકતો જપ્ત કરવામાં આવી હતી તેમજ એક આસામી પાસેથી રૂા.91,930 ની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી. તેમજ તા.09 ના રોજ ચાર મિલકતો જપ્ત કરી એક આસામી પાસેથી રૂા.23867 ની સ્થળ પર જ વેરા વસુલાત કરાઇ હતી.
જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા તા.31/03/2023 સુધીનો મિલકતવેરો ન ભરનાર મિલકતધારકોને નિયમનુસાર વોરંટ તથા અનુસૂચિની બજવણી કરવા છતાં પણ મિલકત વેરો ન ભરનાર બાકીદારોની તા.08/01/2024 ના રોજ 4,30,224 જેટલી મિલકત વેરાની રકમ બાકી રોકાતી હોય આઠ મિલકતોને જપ્ત કરવામાં આવી હતી. જેમાં રાહુલ મનસુખલાલ શાહ, અનસુયાબેન કાંતિલાલ શાહ, C/o પૂનમ ઈન્વેસ્ટમેન્ટની બે મિલકતો રાજેન્દ્રભાઈ ભીમજીભાઈ અસ્વાર, ભાડુત લક્કી પ્રબોધકુમાર એન્ડ કાું.(હિન્દુસ્તાન પેટ્રોલિયમ), ભાડુત દિપકકુમાર શેઠ, ભાડુત પુનમ કોમ્યુનિકેશન સહિત આઠ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમજ અરજણભાઈ રામાભાઈ ડાભી પાસેથી રૂા.91,930 ની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત તા.09 ના રોજ પણ કમિશનરની સુચના અનુસાર આસી. કમિશનર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ વોર્ડવાઈઝ રીકવરીટીમો દ્વારા મિલકત વેરાની બાકી વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત અલઆસીર કાસમભાઈ દેવાણીની બે મિલકતો તથા બળવંત વેલજીભાઈ કરોલીયા C/o જે એન ફલીયાની બે મિલકતો સહિત કુલ ચાર મિલકતો જપ્ત કરવામાં આવી હતી. અને ભાડુત એસ.જે. ટેકસટાઈલ્સ પાસેથી બાકી વેરા વસુલાત અંતર્ગત રૂા.23867 ની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોય. બાકી મિલકત વેરો તાત્કાલિક ભરપાઈ કરવા મિલકત વેરા બાકીદાર આસામીઓની તાકીદ કરાઇ છે.