Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં 119 પ્રોપર્ટીઓ સીલ કરતું જામ્યુકો

જામનગર શહેરમાં 119 પ્રોપર્ટીઓ સીલ કરતું જામ્યુકો

1 જૂન સુધીમાં 58 શાળા, 34 કલાસીસ તથા 25 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાયા: 8 જેટલી ટીમો દ્વારા સર્વે હાથ ધર્યા બાદ કાર્યવાહી

- Advertisement -

રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી જામનગર મહાનગરપાલિકા એ શનિવાર સુધીમાં કુલ 58 શાળાઓ, 34 ટયુશન કલાસીસ, બે હોસ્પિટલ (પાર્ટલી), તથા 25 હોટલ રેસ્ટોરન્ટ સહિત કુલ 119 મિલકતો સીલ કરવામાં આવી છે. તેમજ હજુ પણ આગામી દિવસોમાં ફાયર એનઓસી, ફાયરના સાધનો સહિતના મુદ્દાઓને લઇ ચેકિંગ ચાલુ રહેશે તેમ પણ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ જણાવી રહ્યા છે.

- Advertisement -

ગત તા. 25 ના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ બાદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીની સૂચનાથી નાયબ પોલીસ કમિશનર ઝાલા, સિટી ઈજનેર ભાવેશભાઈ જાની, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇના માર્ગદર્શન હેઠળ કુલ 8 જેટલી ટીમો દ્વારા જામનગર શહેરમાં શાળા-કોલેજો, ટયુશન કલાસ, હોટલ રેસ્ટોરન્ટ, હોસ્પિટલો સહિતના સ્થળોએ ફાયર એનઓસી, ફાયરના સાધનો, એનઓસી રીન્યુઅલ, વપરાશ પરવાનગી સર્ટીફિકેટ સહિતના મુદ્દાઓને લઇ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તા.31 મે થી તા.1 જૂન સુધીમાં કુલ 5 રેસ્ટોરન્ટ તથા 14 સ્કૂલ અને 21 ટયુશન કલાસીસ સીલ કરવામાં આવ્યાં હતાં.

જામનગર મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ વિભાગ, ટીપીઓ શાખા, ફાયર વિભાગ સહિતના વિવિધ વિભાગોની ટીમના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા પોલીસ ને સાથે રાખી શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી સહિતના મુદાઓને લઇ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં શનિવારના રોજ જામનગરની ભાગોળે ક્રિષ્ના કાઠીયાવાડી, આશિર્વાદ વિલેજ, બંસી રેસ્ટોરન્ટ (ગ્રીનબીન્સ), ખોડિયાર કોલોનીમાં આવકાર રેસ્ટોરન્ટ, જામનગર – ખંભાળિયા હાઈ-વે પર ચાચા-ભતિજા રેસ્ટોરન્ટ સહિત પાંચ હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યાં હતા આ ઉપરાંત રાષ્ટ્રદિપ સ્કૂલ, રામ કોમ્પ્યુટર કલાસ, ક્રિષ્ના કોમ્પ્યુટર કલાસ, અલોહા કલાસીસ, સર્વોદય પ્રાથમિક શાળા, વારાહી કલાસી, શાહ કલાસીસ, નવનિર્માણ સ્કૂલ, ન્યુ ઇરા પ્રાથમિક શાળા, ખ્યાતિ કલાસીસ, એકેન કલાસીસ, ભારત કલાસીસ, એસ્ટીમ કલાસીસ, સીડ ઈંગ્લીશ એકેડમી, પાર્થ કોમ્પ્યુટર, ઓમ ઈંગ્લીશ ટયુશન કલાસીસ, ધનંજય કલાસીસ, એઇમ એજ્યુકેશન, મંગલવન વિદ્યાસ્કૂલ તથા સનટાઈમ સ્કુલ, ક્રિષ્ના ટયુશન કલાસ, પુજા કલાસીસ, જીવનજ્યોત સ્કુલ, શિવમ પ્લે હાઉસ, ક્રિષ્ના સ્કૂલ, બુધ્ધીસાગર વિદ્યાલય, સર્વોદય કલાસીસ-1, સર્વોદય કલાસીસ-2, જ્ઞાનદિપ પ્રાથમિક શાળા, વિણા મુકેશ દોશી કલાસીસ, કીડસ કેમ્પસ, ઈઝી સ્ટ્રીટ એકેડમી, સનસાઈન પ્રી-પ્રાઈમરી ઈંગ્લીશ સ્કૂલ, સેન્ટ મેરી હાઇસ્કૂલ તથા શ્રી કુંજન વિદ્યાલય સીલ કરવામાં આવ્યાં હતાં. આમ તા.1 જૂનના બપોર સુધીમાં 58 શાળાઓ, 34 કલાસીસ, 25 હોટલ-રેસ્ટોરન્ટ તથા બે હોસ્પિટલ (પાર્ટલી) સીલ કરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular