Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતપીએમશ્રી યોજના માટે બજેટમાં 109.79 કરોડની જોગવાઇ

પીએમશ્રી યોજના માટે બજેટમાં 109.79 કરોડની જોગવાઇ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં શિક્ષણમંત્રી દ્વારા જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને જવાબ

- Advertisement -

હાલમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા એ પીએમ શ્રી (પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાયઝીંગ ઈન્ડીયા) અંગે માહિતી માંગી હતી. જેના ઉત્તરમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 ના સુધારેલા અંદાજપત્રમાં પીએમશ્રી સ્કુલ્સ માટે રૂા.109.79 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા પીએમશ્રી યોજના અંગે પ્રશ્ર્ન પૂછાયો હતો. જેના પ્રત્યુત્તરમાં યોજના અંગે વિસ્તૃત વિગતો આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, 2023-24 ના બજેટમાં પીએમશ્રી યોજના માટે 109.79 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દેશભરમાં 15000 થી વધુ શાળાઓને પીએમશ્રી શાળાઓ માટે ગુણાંત્મક રીતે મજબુત કરવામાં આવશે. પીએમશ્રી શાળાઓ દ્વારા 21મી સદીના મુખ્ય કૌશલ્યથી સજ્જ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ભૌતિક માળખાકીય સુવિધા અને શિખવા માટે અનુકૂળ સંસાધનો ઉપલબ્ધ હશે. પીએમશ્રી શાળાઓની પસંદગીમાં બ્લોક દીઠ મહત્તમ બે શાળાઓની પસંદગી કરવામાં આવશે. શાળાની પસંદગી માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધા, વિદ્યાર્થીઓની નોંધણી, લાઈબ્રેરી, રમત ગમતના સાધનોની ઉપલબ્ધતા વગેેરેના આધારે કરવામાં આવશે.

વધુમાં જણાવાયું હતું કે, પીએમશ્રી શાળાઓનો મુખ્ય 6 આધારસ્તંભોમાં વિકાસ કરવામાં આવશે. જેમાં અભ્યાસક્રમ, શિક્ષણ શાસ્ત્ર અને મૂલ્યાંકન, ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધન અને શાળા નેતૃત્વ, સમાવેશી શિક્ષણ અને જાતિય સમાનતા, વ્યવસ્થાપન, મૂલ્યાંકન અને નિયમન તથા લાભાર્થીઓનો સંતોષનો સમાવેશ કરવામાં આવશે. યોજનાના પ્રથમ તબકકામાં ગુજરાતની 274 શાળાઓ પસંદ થઇ છે. જેમાં અભ્યાસ કરતા 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાથી લાભાન્વીત થશે. શાળાઓને ઉચ્ચતમ ભૌતિક સુવિધાઓ મળી રહે તે હેતુથી હાલમાં જરૂરિયાત હોય તેવી શાળામાં કોમ્પ્યુટર રૂમ, બાળવાટીકા માટે રૂમ, દિવ્યાંગો માટે વિશિષ્ટ શૌચાલય વગેરે કામગીરી તેમજ રમતના મેદાન અને રમત ગમતની સુવિધાઓનો વિકાસ કરવાની કામગીરી પણ પ્રગત્તિમાં છે.

- Advertisement -

પીએમશ્રી શાળાઓમાં 217 સ્માર્ટકલાસ અને 54 આઈસીટીસી લેબ ત્ કરવામાં આવી રહી છે. તેમજ પીએમશ્રી શાળાના 500 થી વધુ આચાર્ય અને શિક્ષકોને સ્કુલ સેફટી અને સિકયોરીટીની તાલીમ આપવામાં આવી છે.શાળાઓને ગ્રીનસ્કૂલ્સ તરીકે વિકસાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શાળાના વિસ્તારના ઘાસ તથા વિવિધ જાતની વનસ્પતિઓથી હરિયાળુ બનાવવું તેમજ શાકભાજી /ઔષધીબાગ કીચન ગાર્ડન, કચરાનું વર્ગીકરણ સહિતની પ્રવૃત્તિઓ નિષ્ણાંતો સાથે વાર્તાલાપ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

પીએમશ્રી યોજનામાં સમાવિષ્ટ 36 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જુદા જુદા છ ટ્રેડ રાખવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular