જામનગરમાં વાયરની ખરીદીના બિલના બદલામાં આપવામાં આવેલ ચેક પરત ફરતાં આરોપીને અદાલતે 1 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસની હકિક્ત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા રવિ કાનાભાઈ કંડોરીયા જેઓ બ્રાસપાર્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને આરોપી રાધેક્રિષ્ના એન્ટરપ્રાઈઝના માલિક કાનાભાઈ જગાભાઈ કોડીયાતરને બ્રાસ પીતળનો માલ રૂા.5,70,000નો વેંચાણ કરેલ અને આ માલની ખરીદી પેટે આરોપીએ તેમની પેઢીનો રૂા.5,70,000નો ચેક સહી કરી અને આપેલ, જે ચેક મુદત તારીખે ખાતામાં ભરપાઈ ફરૌયાદીએ કરતા ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ, જેથી ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ દાખલ થતાં તેમાં પુરાવો લેવામાં આવેલ અને ફરીયાદીની ઉલટ તપાસ કરવામાં આવેલ જેમાં આરોપી પક્ષે એવો બચાવ લેવામાં આવેલ કે, આ પ્રકારનો કોઈ વ્યવહાર ફરીયાદી અને આરોપી વચ્ચે થયેલ જ નથી અને ખોટો વ્યવહાર ઉભો કરી અને ખોટી ફરીયાદ દાખલ કરેલ છે, જે અંગે સમગ્ર કેશ ચાલી ગયેલ અને કેશ દલીલ ઉપર આવતા આરોપી પક્ષે પોતાના દ્વારા લેવામાં આવેલ બચાવ અર્થ દલીલો કરવામાં આવેલ કે, આ ચેક ખોટી રીતે વટાવેલ છે અને આ પ્રકારનો કોઈ માલ ખરીદ કરેલ્તથી અને તેવો કોઈ જ પુરાવો અદાલતના રેકર્ડમાં આવેલ નથી તેથી ફરીયાદી તેમનું કાયદેસરનું લેણું સાબિત કરી શકયા નથી જેથી આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવો જોઈએ, જેની સામે ફરીયાદ પક્ષે દલીલો થયેલ કે, નેગોશિયેબલ ઈસ્ન્ટ્ુમેન્ટની ફરિયાદમાં વ્યવહાર સાબિત કરવાનો બોજો જે ફરીયાદી ઉપર છે, તે સાબિત થયેલ છે, અને ચેક જે છે તે આરોપીનો જ છે અને તે ચેક તેમનો નથી તેવો તેનો કોઈ બચાવ નથી, જેથી ફરીયાદી આ ચેકના કાયદેસરના ધારક છે, તેવું તો એડમીશન આવેલ છે, જે ધ્યાને લેવામાં આવે તો પણ જે ચેક આરોપીએ આપેલ છે, તે પુરવાર થયેલ છે, અને ફરીયાદો ધ્વારા તો માત્ર ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ છે અને ચેક આરોપીનો છે અને લીગલ નોટીસ આરોપીને આપેલ છે અને તે લીગલ નોટીસ પણ આરોપીને મળી ગયેલ છે અને તેનો કોઈ બચાવ લીધેલ નથી તે સમગ્ર હકિકતો ધ્યાને લેવામાં આવે તો પણ આરોપી સામે કાયદેસર રીતે કેશ સાબિત થયેલ છે, જથી આરોપીને મહતમ સજા આપવી જોઈએ અને આ રીતે જે ધંધાકીય વ્યવહારમાં જે રીતે ચેકના દુરઉપયોગ થાય છે તે અટકી શકે તેવો દાખલો બેસાડવો જરૂરી છે, જે ધ્યાને લઈ અને અદાલતે તમામ રેકર્ડ અને હકિકતો દલીલો ધ્યાને લઈ અને કેશ સાબીત માની અને ફરીયાદી પક્ષે ચુકાદો આપી અને આરોપીને 1 વર્ષની સજા અને રૂમ.10 હજારનો દંડ આરોપીને ફટકારેલ છે. આ કેસમાં ફરીયાદી રવિભાઈ કાનાભાઈ કંડોરીયા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત નાખવા ત્થા નિતેષ મુછડીયા રોકાયેલા હતા.