Monday, December 23, 2024
Homeરાજ્યહાલારબાખડતા બે ખુટીયા પૈકીના એકે ઢીકે ચડાવતા યુવાનનું મોત

બાખડતા બે ખુટીયા પૈકીના એકે ઢીકે ચડાવતા યુવાનનું મોત

પડાણામાં ચારો નાખવા ગયો તે સમયે બનાવ : જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : જિલ્લામાં અબોલ પશુઓએ વધુ એક યુવાનનો ભોગ લીધો

- Advertisement -

જામનગર જિલ્લાના પડાણા ગામની સીમમાં આવેલા ઢોરવાડામાં ચારો નાખવા ગયેલા યુવાનને અચાનક બાખડતા બાખડતા બે ખુટીયાઓ પૈકીના એક ખુટીયાઓએ ઢીંક મારતા જમીન પર પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં વર્ષોથી રખડતા અબોલ પશુઓનો ત્રાસ અસહ્ય થતો જાય છે. વર્ષો જૂની જટીલ સમસ્યાના ઉકેલ માટે તંત્ર નબળુ પૂરવાર થયું છે અને જિલ્લામાં પશુઓ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ અવિરત બનતી હોય છે અને અબોલ પશુઓને કારણે અકસ્માતમાં લોકોના મોત નિપજવાની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે જામનગર જિલ્લાના પડાણા ગામની સીમમાં રહેતા આસામના શાંતિપૂર જિલ્લાના કાચકણી સલમારા ગામના વતની રકુલ હુશેન અલી નામનો યુવાન શનિવાર સવારના સમયે પડાણાની સીમમાં આવેલા ઢોરવાડામાં પશુઓને ચારો નાખવા ગયો હતો તે દરમિયાન એકાએક બે ખુટીયાઓ બાખડયા હતાં. આ ખુટીયાઓ પૈકીના એક ખુટીયાએ રકુલને હડફેટે લઇ ઢીક મારતા યુવાન જમીન પર પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular