જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી સોાસયટીમાં રહેતા યુવાનને ઇજા થઇ હતી અને ત્યારબાદ અવાર-નવાર માથાનો દુ:ખાવો તેમજ આંચકી આવતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતા ધર્મરાજસિંહ નટુભા કંચવા (ઉ.વ.34) નામના યુવાનને અગાઉ મારા-મારીના બનાવમાં ગંભીર ઇજા પહોંચી હતી અને આ ઇજાના કારણે અવાર-નવાર માથાનો દુ:ખાવો તેમજ ચક્કર આવવા તેમજ આંચકી આવતી હતી. દરમ્યાન તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે ભગીરથસિંહ કંચવા દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર.એચ.બાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.