Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયભારતે તૈયાર કર્યું 100 ભાષામાં જવાબ આપતું એઆઇ

ભારતે તૈયાર કર્યું 100 ભાષામાં જવાબ આપતું એઆઇ

- Advertisement -

એઆઈ (આર્ટીફીસીયલ એન્ટેલેજન્સી)નો દરેક ક્ષેત્રમાં ભાષાની સમસ્યા અવરોધરૂપ બની રહી હતી. જેને ધ્યાને લઈ ભારતે એવા એઆઈની શોધ કરી છે. જેના દ્વારા 100 ભાષાઓમાં કામ કરી શકાશે.

- Advertisement -

ભારતીય કંપની કયુએડસ લેબ એઆઈએ પોતાની એઆઈ આસ્ક કયુએકસ ચેટબોટ તૈયાર કર્યું છે. આ કંપનીએ દાવો કર્યો છે કે 12 ભારતીય ભાષાઓ સહિત 100 ભાષાઓની શોધ કરી અનુવાદ કરી અને જવાબ આપવા માટે સક્ષમ છે. ભારતીય ભાષાઓમાં હિન્દી, બાંગ્લા, તેલગુ, મરાઠી, તમીલ, ઉર્દુ, ગુજરાતી, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી અને આસામીનો સમાવેશ થાય છે. આસ્ક કયુએકસ પહેલુ હાઈબ્રિડ એઆઈ ચેટબોટ છે. જે મોટાભાગની ભાષા મોડલ અને ન્યુરલ નેટવર્ક આર્કિટેચર બને પર ટ્રેન કરેલ છે.

અમેરિકી કંપની ઓપન એઆઈ દ્વારા વિશ્ર્વનુ પહેલુ એઆઈ ચેટબોટ ચેટ જીપીટી નવેમ્બર 2022માં લોંચ કર્યુ હતું. જે 95 ભાષાઓની જાણકારી મેળવી ભાષાંતર કરતુ હતું. તેમાં ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી, પંજાબી જેવી સાત ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

માઈક્રોસોફટ એ ગત વર્ષે નવેમ્બરમાં પોતાનું એઆઈ ચેટબોટ કોપાયલ્ટ લોન્ચ કર્યુ. આ ચેટ જીપીટી પર આધારિત હોટબોટ છે. માઈક્રોસોફટએ તેના માટે 30 વર્ષ બાદ કિ-બોર્ડ બદલ્યુ. નવા કી-બોર્ડ પર જમણી બાજુ ‘અલ્ટર કી’ ની બાજુમાં ‘કોપીલોટ કી’ આપ્યુ છે.

ચેટ જીપીટીના અંદાજે બે મહિના બાદ ગુગલ એ પોતાનું એઆઈ ચેટબોટ બોર્ડ લોન્ચ કર્યુ. તેને ફેબ્રુઆરી 2023માં લોકો માટે ખુલ્લુ મુકાયુ. જો કે ગુગલે 2021માં એઆઈ ચેટબોટ બનાવવાનું એલાન કરી દીધુ હતુ. ગુગલ બોર્ડ હાલ 40 ભાષાઓમાં છે. તેમાં હિન્દી, તમિલ, તેલુગુ, બંગાલી, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી અને ઉર્દૂ જેવી ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular