Tuesday, December 3, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં વીજશોક લાગતા યુવાનનું મોત

ભાણવડમાં વીજશોક લાગતા યુવાનનું મોત

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં રહેતો યુવાન તેના ઘરે રાત્રિના સમયે ટેબલફેનને અડતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ભાણવડમાં રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કનુભાઈ ભાદરકા નામના 24 વર્ષના યુવાન રાત્રીના સમયે તેમના ઘરે ટેબલ ફેનને અડકતાં પંખામાં શોર્ટ આવતો હોવાથી તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા કનુભાઈ બધાભાઈ ભાદરકા (ઉ.વ. 52) એ ભાણવડ પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular