Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરસીક્કા ગામ નજીક હવા ભરતા સમયે ટાયર ફાટતા યુવાનનું મોત

સીક્કા ગામ નજીક હવા ભરતા સમયે ટાયર ફાટતા યુવાનનું મોત

બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : મેઘપરમાં શૌચાલય કરવા ગયેલા યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સીક્કા નજીક આવેલી પંચરની દુકાનમાં ટાયરમાં હવા ભરતા સમયે એકાએકા ટાયર ફાટતા યુવાનને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા યુવાનને શૌચાલયમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ખંભાળિયા ધોરીમાર્ગ પર સીક્કા ગામ નજીક આવેલી જય ઠાકર કાઠીયાવાડી હોટલ પાસે પંચરની દુકાનમાં ગત તા.31 ના રોજ રાત્રિના સમયે મહોમદ ફિરોજ (ઉ.વ.40) નામનો યુવાન ટાયરમાં હવા ભરતો હતો ત્યારે એકાએક ટાયર ફાટતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મહમદ અરશદ દ્વારા જાણ કરાતા હેકો જે.જી.રાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં પંજાબના અમૃતસર જિલ્લાના એલા ગામના વતની સવિન્દરસિંગ મુકતારસિંગ શિખ (ઉ.વ.35) નામનો યુવાન રવિવારે સવારના સમયે તેના ઘરે શૌચાલય માટે ગયો હતો તે દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો આવી જતાં બેશુધ્ધ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ભૂપતસિંહ કંચવા દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular