જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતો અને મજૂરીકામ કરતા યુવાને દારૂ પીવાની ટેવના કારણે થયેલી બિમારીથી કંટાળીને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ અંગે જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં રહેતો અને મજૂરીકામ કરતો મહેશભાઇ ઉર્ફે ગોબરો કારૂભાઇ ચનુરા (ઉ.વ.40) નામના યુવાનને દારૂ પીવાની કુટેવ હોવાથી લીવરની બિમારી થઇ હતી. આ બિમારીથી કંટાળીને ગત્ તા. 11ના રોજ સાંજના સમયે તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે દિનેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. પી. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાના કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


