ધ્રોલ તાલુકાના ભોજાવટી સીમ વિસ્તારમાં રહેતાં યુવાનને છેલ્લાં બે મહિનાથી મગજ કામ કરતું ન હોય ગળેફાંસો ખાઇ આપઘાત કરતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં આવેલ ભોજાવટી સીમ વિસ્તારમાં રહેતો નજીરભાઈ ઇસ્માઈલભાઈ (ઉર્ફે ડાડાભાઈ) જુણેજા (ઉ.વ.30) નામના યુવાનને છેલ્લાં બે મહિનાથી મગજ કામ કરતું ન હોય તેને વાડીમાં આવેલ પતરાવારી ઓરડીમાં લોખંડના એંગલ સાથે પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઈસ્માઈલભાઈ જુણેજા દ્વારા પોલીસને જાણ કરતા એએસઆઈ એમ.પી.મોરી સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.