લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામની સીમમાં રહેતાં ખેડૂત યુવાન પાણીની મોટર ચાલુ કરવા જતા સમયે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામની સીમમાં રહેતાં કુલદિપસિંહ રઘુભા જાડેજા (ઉ.વ.35) નામના ખેડૂત યુવાન મંગળવારે સવારના સમયે ખેતરે આવેલી ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા ગયા તે દરમિયાન ફયુઝ ચેક કરવા જતા એકાએક વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે ક્રિપાલસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.કે. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.