Monday, December 23, 2024
HomeUncategorizedઆજે  વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, જાણો આ દિવસની ઉજવણીનો હેતુ

આજે  વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, જાણો આ દિવસની ઉજવણીનો હેતુ

- Advertisement -

દર વર્ષે 3 મે ના રોજ વિશ્વભરમાં પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ વખત યુનાઈટેડ નેશન્સ એસેમ્બલીએ 3મે 1993 ને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ જાહેર કર્યો હતો. ભારતમાં તેમજ વિશ્વભરમાં મીડિયાની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. લોકશાહીને વધુ મજબૂત કરવા માટે દર વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -

1991માં પ્રથમ વખત આફ્રિકન પત્રકારોએ પ્રેસની સ્વતંત્રતા માટે ઝુંબેશ ચલાવી હતી. આ પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંતો અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેને વિન્ડહોકની ઘોષણા તરીકે પણ ઓળખવામાં આવે છે. આના બરાબર બે વર્ષ પછી, એટલે કે વર્ષ 1993માં, સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ પ્રથમ વખત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો. તે દિવસથી આજદિન સુધી દર વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણીનો હેતુ પત્રકારો સામે હિંસા રોકવા અને તેમને વાણી અને લેખનની સ્વતંત્રતા આપવાનો છે. વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે દર વર્ષે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ પ્રેસ ફ્રીડમ ડેની Journalism Under Digital Siege છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular