જામનગર શહેરના બેડેશ્વર ઓવરબ્રીજ નીચે દુકાન બહાર બેઠેલા શ્રમિક યુવાનને બેડીના શખ્સને ગાળો કાઢી છરીનો ઘા ઝીંકી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં ખોડમીલના ઢાળિયા પાસે રહેતો અને મજૂરી કામ કરતો અર્જુનભાઈ બુધાભાઈ મકવાણા (ઉ.વ.47) નામનો યુવાન જામનગરમાં બેડેશ્વર ઓવરબ્રિજ નીચે શ્રમિક ઉપર છરી વડે હુમલો ઓવરબ્રીજ નીચે આવેલી હનિફની દુકાને બહાર બેઠો હતો તે દરમિયાન બેડીમાં રહેતા ફાડિયો નામના શખ્સે આવીને અર્જુનભાઈને તું અહીંયા કેમ બેઠો છો ? તેમ કહી ઉશ્કેરાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તેથી યુવાને ગાળો કાઢવાની ના પાડતા લુખ્ખા શખસે પેન્ટના નેફામાંથી છરી કાઢી અર્જુનભાઈને બે ઘા ઝીંકયા હતાં. તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બી બી જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


