Sunday, October 6, 2024
Homeરાષ્ટ્રીયભારતને તંદુરસ્ત બનાવવા બધી જ દિશામાં કામ થઇ રહ્યું છે: પ્રધાનમંત્રી

ભારતને તંદુરસ્ત બનાવવા બધી જ દિશામાં કામ થઇ રહ્યું છે: પ્રધાનમંત્રી

IIT ખડગપુરના છાત્રો સમક્ષ સંબોધન

- Advertisement -

પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકાર તંદુરસ્ત ભારત માટે સર્વગ્રાહી અભિગમ અપનાવી ચાર મોરચા પર કામ કરી રહી છે. બજેટમાં હેલ્થ સેક્ટર માટે જંગી રકમ ફાળવવામાં આવી છે જે આ સેક્ટર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના પછી આખી દુનિયાની નજર ભારત તરફ છે. ભારતની આરોગ્ય સેક્ટરની તાકાત અને ક્ષમતાને લોકોએ જોઈ છે અને મૂલવી છે. ભવિષ્યમાં ભારતનાં ડોક્ટરો અને પેરામેડિકલ કુશળ કર્મચારીઓની આખી દુનિયામાં માંગ વધશે. ભારતમાં બનાવવામાં આવેલી વેક્સિનની વિદેશોમાં માંગને પહોંચી વળવા આપણે સજ્જ બનવાની જરૂર છે.

- Advertisement -

સરકાર અને પ્રાઇવેટ સેક્ટર દ્વારા સાથે મળીને કામ કરવાથી કોરોના સામે અસરકારક રીતે લડી શકાયું છે. ભવિષ્યમાં કોરોના અને તેના જેવી મહામારી સામે લડવા આપણે સજ્જ અને સક્રિય બન્યા છીએ. હેલ્થ ઈમરજન્સીમાં પહોંચી વળવા આપણે તમામ રીતે સજ્જ બન્યા છીએ.

મોદીએ કહ્યું કે લોકોની સુખાકારી અને તંદુરસ્તી માટે સરકાર દ્વારા પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં રિસર્ચથી લઈને ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ સુધીની તમામ સેવાઓ આવરી લેવાઈ છે. હેલ્થ સેવાઓને મજબૂત બનાવવા સ્થાનિક સંસ્થાઓને રૂ. 70,000 કરોડથી વધુ રકમ આપવામાં આવશે અને આરોગ્ય સેક્ટરમાં રોકાણ વધારવામાં આવ્યું છે. હેલ્થ ક્ષેત્રે રોકાણ વધવાથી હજારો લોકોને રોજગારી પણ આપી શકાશે. આયુષ યોજનાનાં અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે.

- Advertisement -

મોદીએ લોકોનાં જીવનમાં ધરમૂળથી બદલાવ લાવવા માટે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા IIT ખડગપુરનાં વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, IITનાં પદવીધારકોએ આત્મજાગૃતિ, આત્મવિશ્વાસ અને નિ:સ્વાર્થ ભાવના રાખીને કામ કરવું પડશે. તમે ભારતનાં 130 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરો છો તેથી લોકોની જીવનશૈલી બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular