Sunday, October 6, 2024
Homeરાજ્યજામનગરકોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.1 માં હારૂન પાલેજાએ ગઢ અકબંધ રાખ્યો

કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.1 માં હારૂન પાલેજાએ ગઢ અકબંધ રાખ્યો

- Advertisement -

વોર્ડ નં.1 આમ તો કોંગ્રેસનો વર્ષોથી ગઢ રહ્યો છે, અહીં ભાજપની કયારેય જીત થઇ નથી પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ ઉપર જબરદસ્ત પકડ ધરાવતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હોવા છતાં આ કોંગીનો ગઢ અકબંધ રહ્યો છે. અને સીક્કાના ચુંટણી પ્રભારી તથા બેડીના વાઘેર સમાજના અગ્રણી એડવોકેટ હારૂન પલેજાનો વિજય થયો છે.

- Advertisement -

આ વોર્ડમાં ગત વખતે કોંગ્રેસમાંથી વિજેતા થયેલા અને ભાજપની છાવણીમાં ગયેલા ઉમરભાઇ પટેલ, ફીરોજ પતાણી, હુશેનાબેન સંઘાર અને મનિષાબેન બાબરીયાને મેદાનમાં ઉતાર્યા હતા તેની સામે કોંગ્રેસે પલેજા નુરમામદ ઓસમાણ, કાસમ જીવા જોખીયા, જુબેદાબેન નોતીયાર, સમજુબેન પારીયાને ટીકીટ આપી હતી અને સાયલેન્ટલી જે પ્રચાર ચલાવ્યો હતો તેનું પરિણામ આવ્યું છે અને આખરે કોંગી પોતાનો ગઢ સાંચવી રાખવામાં સફળ થયું છે.

આ ચુંટણીમાં વોર્ડ નં.1 ઉપર બધાની નજર હતી, આમ તો આ વોર્ડ કોંગ્રેસના જ ગઢ તરીકે વર્ષોથી રહ્યું છે. પરંતુ આ વખતે ભાજપના ટોંચના શકિતશાળીઓએ પુરી ગણતરી સાથે વોર્ડ નં.1માં લોકપ્રિય ચહેરાઓને ટીકીટ આપી હતી અને એવો માહોલ બનાવ્યો હતો કે વોર્ડ નં.1માં ઇતિહાસ રચાઇ જશે. પરંતુ બીજી તરફ એડવોકેટ હારૂન પલેજાની ગુપ્ત રણનીતિથી કોંગી અંદરખાને પ્રચારની એક જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી અને ડોર ટુ ડોર, વ્યકિત ટુ વ્યકિત પ્રચાર સંભાળ્યો હતો, સમગ્ર ચુંટણી જીતવા પાછળ મુખ્ય ભેજુ એડવોકેટ હારૂન પલેજાનું રહ્યું હતું. અને આજે જ્યારે વોર્ડના પરિણામ જાહેર થયા છે તેનાથી સ્પષ્ટ થયુ છે કે ભાજપના તમામ ધુરંધરોની તમામ રણનીતિને ધુળ ચાટતી કરી એડવોકેટ હારૂન પલેજા પોતાની પેનલ વટથી જીતી ગયા છે. વોર્ડ નં.1માં ભાજપની જીતની વ્યાપક ચર્ચાઓ થતી હતી પરંતુ સમગ્ર ચુંટણીના પડદા પાછળના કસબી હારૂન પાલેજાએ તેની રણનીતિથી ભવ્ય વિજય મેળવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular