Monday, June 22, 2026
Homeરાજ્યજામનગરજામનગર નજીકથી કૂવામાંથી મહિલાનો મૃતદેહ સાંપડયો - VIDEO

જામનગર નજીકથી કૂવામાંથી મહિલાનો મૃતદેહ સાંપડયો – VIDEO

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પાર્ટી પ્લોટ પાસેના કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યાની જાણના આધારે પોલીસે ફાયર ટીમની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગર-ખંભાળિયા માર્ગ પર તુલસી પાર્ટી પ્લોટ સામેની જગ્યામાં આવેલા પાણીના કૂવામાં મહિલાનો મૃતદેહ તરતો હોવાની મયૂરભાઇ પીંડારિયા દ્વારા જાણ કરાતાં પીઅસઆઇ વી. એ. પરમાર તથા સ્ટાફએ શનિવારે રાત્રિના સમયે બનાવ સ્થળ પર પહોંચી જઇ મહાનગરપાલિકાની ફાયર ટીમની મદદથી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી ઓળખ મેળવતા મૃતક મહિલા કવિતાબેન કુંદન (ઉ.વ.45, રહે. ભીમવાસ) હોવાનું અને મહિલા રખડતું ભટકતું જીવન જીવતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular