Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતવિધાનસભાની ચૂંટણીમાં સગાવાદ નહી ચાલે, કોને મળશે ટીકીટ ? જાણો શું કહ્યું...

વિધાનસભાની ચૂંટણીમાં સગાવાદ નહી ચાલે, કોને મળશે ટીકીટ ? જાણો શું કહ્યું સીઆર પાટીલે

- Advertisement -

- Advertisement -

આજે રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગીર-સોમનાથમાં ભાજપના કાર્યાલયનું ખાતમૂહર્ત કર્યું હતું. ભાજપના આ ભવ્ય કાર્યાલયને સોમ કમલમ નામ આપવામાં આવ્યું છે. આ તબ્બકે સીઆર પાટીલે રાજ્ય સરકારમાં થયેલા પરિવર્તનને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીને લઇને તેઓએ જણાવ્યું છે કે 2022માં લાયક ઉમેદવારોને જ ભાજપ ટિકિટ આપશે, સગાવાદ નહીં ચાલે. આ વખતે કોઇ પોતાના સંબંધોના આધાર પર ટીકીટ લઇ આવે તે વાત તો ભુલી જજો.

વિધાનસભાની ચૂંટણીને લઇને સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે હવે નવી કેડર ઉભી થશે જેમાં નવા કાર્યકર્તાઓને પણ સ્થાન આપવામાં આવશે. ઉપરાંત ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી જવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.  પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈ પણ નહીં થાય. તેમ જણાવી કોઇ પ્રશ્ન હોય તો ગાંઘીનગરની મુલાકાત લેવા જણાવ્‍યુ હતુ.  મુખ્યમંત્રી અને આખી સરકાર બદલાવ્યા બાદ હવે નાના કાર્યકર્તાને પણ ટિકિટ મળવાની ઉજળી તક સાથે આશા બંધાઇ છે.

- Advertisement -

આ ઉપરાંત રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ ગાંધીનગરમાં તરછોડવાની ઘટના મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત દુખદ છે. અને હાલ બાળકની યોગ્ય રીતે સારસંભાળ થઇ રહી છે. આ મામલામાં આરોપી સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular