Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોરોના પોઝીટીવ આવ્યા પહેલા સીએમ રૂપાણી કોને મળ્યા?

કોરોના પોઝીટીવ આવ્યા પહેલા સીએમ રૂપાણી કોને મળ્યા?

- Advertisement -

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે. આજે તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના ચાલી રહેલા પ્રચાર પ્રસારમાં સીએમ રૂપાણી જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે 14 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં જાહેર સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેઓને ચક્કર આવતા પડી ગયા હતા. અને બાદમાં આજે તેઓ કોરોના પોઝીટીવ થયા છે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 14 તારીખે તેઓની ચાલુ સભામાં તબિયત લથડી જતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા . અને આજે તેઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13 ફેબ્રુઆરીએ સીઆર પાટીલ સાથે જામનગરમાં જાહેર સભા સંબોધી હતી અને ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ વડોદરામાં જાહેર સભા સંબોધી હતી. મુખ્યમંત્રીને છેલ્લા 2 દિવસથી સામાન્ય તાવ હતો. ચુંટણી પ્રસાર પ્રચારમાં તેઓ અનેક લોકોને મળ્યા હોવાથી ભાજપના અન્ય નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ શકે છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝીટીવ થયા છે. આ સિવાય ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોરોના વીસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. હવે સરકારના મંત્રીઓના  પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અને શહેર સંગઠનના હોદ્દેદારોના પણ કોરોના ટેસ્ટ થશે. પાર્લામેન્ટરી બોર્ડમાં અન્ય 11 સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી હાલ ચુંટણી પ્રચાર કરી શકશે નહી. તેઓને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular