21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેને આપણે સૌ એ યોગ કરીને ઉજવણી કરી. પરંતુ શું આપણે આપણી દિનચર્યામાં યોગ માટે સમય ફાળવ્યો છે? યોગ કરવાથી શરીર તો નિરોગી રહે જ છે. પરંતુ મન પણ નિરોગી રહે છે. ત્યારે ચાલો આજે જાણીએ કે આજની સૌથી મોટી સમસ્યા એટલે કે ‘બેલીફેટ’ ઘટાડવા કયા યોગાસન કરવા જોઇએ.
1. ત્રિકોણાસન : પેટની ચરબી ઘટાડવા માટે ત્રિકોણાસન ઉત્તમ આસન છે. આ આસનથી શરીરની પાચનક્રિયા સુધરે છે. સાથે સાથે કમર અને પેટ પરની ચરબી પણ ઓછી કરે છે. આ આસનથી લોહીનું પરિભ્રમણ વધે છે અને શરીર સંતુલીત અને મન એકાગ્ર બને છે.
2. સર્વાગાસન : વજન ઘટાડવા માટે સર્વાગાસન ખૂબ જ ઉપયોગી છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે. સાથે સાથે પેટની માસપેશીઓ મજબુત બને છે તેનાથી મેટાબોલિઝમ વધે છે. અને થાઈરોઈડ લેવલ સંતુલિત રહે છે.
3. વીરભદ્રાસન : કમરની નીચેના ભાગ પર ચરબી હટાવવા માટે વિરભદ્રાસન ખૂબ જ સારું છે. જે તમારા સાથળ અને પગની ચરબી ઘટાડે છે. સાથે સાથે પેટ પરની ચરબી પણ ઘટાડે છે.