Thursday, January 16, 2025
Homeરાજ્યગુજરાતજયાં ગધેડા ચરતાં હતાં, ત્યાં આજે સી-પ્લેન ઉતરે છે

જયાં ગધેડા ચરતાં હતાં, ત્યાં આજે સી-પ્લેન ઉતરે છે

- Advertisement -

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાયેલી જાહેર સભામાં ભાજપના સ્ટાર પ્રચારક પુરૂષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને ચાબખા માર્યા હતા. તેમણે કહ્યુંં કે, જે સાબરમતીમાં જ્યાં એક સમયે ગધેડા ચરતાં અને સરકસના તંબુઓ બંધાતા હતા તે સાબરમતીમાં બે કાંઠે પાણી છે અને આજે તેમાં પ્લેન ઉતરે છે.

- Advertisement -

તેમણે જાહેર સભામાં વધુમાં એવું જણાવ્યું હતુંકે, અમદાવાદમાં હવે ફાટક વગરનું શહેર બનવા જઇ રહ્યું છે. કોગ્રેસના શાસનમાં જ્યાં માત્ર આશ્રમ રોડ થઇને જ ગાંધીનગર જઇ શકાતું સીજી રોડ, એસજી હાઇવે અમદાવાદની મધ્યમાં છે. રિંગરોડ પર વિકાસ જોવા મળે છે. તેમણે બાપુનગરની સભામાં કહ્યું કે, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરનારા આપણા સૈનિકોની વીરતાના પુરાવા માગનારાને જવાબ આપવાનો સમય આવી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular