Monday, April 28, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબંગાળ-આસામ સહિતના રાજયોમાં ચૂંટણી બ્યૂગલ કયારે ? આજે ચૂંટણીપંચમાં મંથન

બંગાળ-આસામ સહિતના રાજયોમાં ચૂંટણી બ્યૂગલ કયારે ? આજે ચૂંટણીપંચમાં મંથન

આ વર્ષે પાંચ રાજ્યો એટલે કે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. બુધવારે ચૂંટણી પંચે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે બેઠક બોલાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાઈ શકે છે.

- Advertisement -

ચૂંટણી પંચે ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુ અને પુડુચેરીનો એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી તૈયાર કરી લીધી છે. આયોગે સવારે 11 વાગ્યે બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાંચ રાજ્યોની ચૂંટણીને આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠક બાદ ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરશે.

પોલીસ અને સીઆરપીએફની તહેનાત અંગે પણ ચૂંટણી પંચની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને, પશ્ચિમ બંગાળની ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર અહીં લગભગ 600 મતદાન મથકો સંવેદનશીલ છે. ગુરુવારે નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈન બે દિવસીય પ્રવાસ પર પશ્ચિમ બંગાળ જઈ રહ્યા છે.

- Advertisement -

આના બે દિવસ પહેલા ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર સાથે બેઠક કરી હતી. આ બેઠક પછી, કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળની બે સો કંપનીઓને તૈનાત કરવાનું શરૂ કર્યું. આ કંપનીઓમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ, સેન્ટ્રલ ઓદ્યોગિક સુરક્ષા દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અન્ય સુરક્ષા દળના જવાનોનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular