Tuesday, July 15, 2025
Homeરાજ્યજામનગરઆ છે જામનગરના સૌથી નાની ઉંમરના ચૂંટાયેલા ઉમેદવાર, ઉંમર માત્ર 23 વર્ષ

આ છે જામનગરના સૌથી નાની ઉંમરના ચૂંટાયેલા ઉમેદવાર, ઉંમર માત્ર 23 વર્ષ

સૌથી મોટી ઉંમરના ઉમેદવાર કોંગ્રેસના

જામનગર મહાનગર પાલિકાની 64 બેઠકોનું પરિણામ સ્પષ્ટ થઇ ગયું છે. શહેરમાં ભાજપની 64, કોંગ્રેસની 11, જયારે સૌ પ્રથમ વખત બહુજન સમાજવાદી પાર્ટીની 3 બેઠકો આવી છે. જે ગુજરાતની 6 મનપા પૈકીની 3 બેઠકો છે. તો જામનગરની સૌથી નાની ઉંમરના ચૂંટાયેલ ઉમેદવાર હોય તો તે વોર્ડ નં-6ના બહુજન સમાજવાદી પાર્ટીના. જેની ઉંમર માત્ર 23 જ વર્ષ છે જયારે સૌથી મોટી ઉંમરના કોંગ્રેસના ઉમેદવાર છે જેની ઉંમર 65 વર્ષ છે.

- Advertisement -

જામનગરનો વોર્ડ નં-6 જે ભાજપનો ગઢ ગણાતો હતો. જેની આ વખતે દિશા બદલાઈ ગઈ છે. આ વોર્ડ માં બહુજન સમાજવાદી પાર્ટીના 3 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. અને એક ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. જામનગરના તમામ 64 ઉમેદવારો પૈકી જે સૌથી નાની ઉંમરના ઉમેદવાર છે તે છે વોર્ડ નં-6ના રાહુલ રાયધનભાઈ બોરીચા. જેની ઉંમર છે 23 વર્ષ અને સોફ્ટવેર ઈજનેરનો અભ્યાસ કરે છે.આ યુવા ચહેરાને જામનગરની વોર્ડ નં-6ની જનતાના કર્યો કરવાનો મોકો મળ્યો છે.

- Advertisement -
વોર્ડ ન 1

જામનગરના ચૂંટાઈ આવેલ 64 ઉમેદવારો પૈકી સૌથી મોટી ઉંમરના ઉમેદવાર હોય તેઓ તે છે વોર્ડ નં-1માંથી ચૂંટાઈ આવેલ કોંગ્રેસના કાસમભાઈ જીવાભાઈ જાખીયા જેની ઉંમર છે 65 વર્ષ. આ વોર્ડમાં કોંગ્રેસની પેનલને લોકોએ વિજેતા બનાવી છે.

જામનગરના 64 ઉમેદવારો પૈકી યુવા ઉમેદવારોમાં રાહુલ બોરીચા પછી જો કોઈનું સ્થાન આવતું હોય તો તે છે ભાજપના વોર્ડ નં-2ના કૃપાબેન આલાભાઈ ભારાઈ અને પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર પાર્થ હસમુખભાઈ જેઠવા આ બંને વિજયી ઉમેદવારોની ઉંમર 26 વર્ષ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular